HomeGujaratવાંકાનેરમાં NDPSના ગુનામાં 8 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

વાંકાનેરમાં NDPSના ગુનામાં 8 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી: વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPSના ગુનામાં છેલ્લા આશરે આઠ મહિનાથી ફરાર રહેતા આરોપીને મોરબી SOG ટીમે ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબી SOGના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, NDPSના ગુનામાં નાસતો ફરતો આરોપી સુદિપભાઈ ઉર્ફે સન્ની ઉર્ફે દરબાર નરોતમભાઈ પીપળીયા, રહે. થાન જોગ આશ્રમ પાછળ, તા. થાન, જી. સુરેન્દ્રનગર, હાલ ફુલવાડી ચાયડા વિસ્તાર, થાનગઢ, સુરેન્દ્રનગર, વાંકાનેર બાઉન્ડ્રી પુલ નજીક હાજર છે. આ બાતમીના આધારે SOGની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી વાંકાનેર બાઉન્ડ્રી પુલ પાસે પહોંચી આરોપીને ઝડપી લીધો હતો.

પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ નોંધાયેલા NDPS કેસ અંગેની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW