મોરબી જિલ્લામાં સતત ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને તેના કારણે તેજ પવન ફૂકાવવાની સાથે વરસાદ વરસી રહ્યા છે ત્યારે ગુરુવારે ફરી એકવાર ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો આ દરમિયાન મોરબીના મહેન્દ્ર નગર તરફથી બાઈક દીપકભાઈ નામના બાઈક ચાલક પીપળી રોડ પર તેના સેનેટરી વેર્સના સ્થળે જતા હતા તે દરમિયાન અચાનક ફૂકાયેલ પવનના કારણે એક હોર્ડીગ અચાનક ઉડ્યું હતું અને રોડ પર આવી પહોચ્યું હતું અને રોડ પરથી પસાર થઇ રહેલા દીપક ભાઈ નામના બાઈક ચાલક સાથે અથડાયું હતું આં કારણે તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

