મોરબી જિલ્લામાં તાજેતરમાં હવામાન પલટાના કારણે ત્રણ દિવસ ફૂકાયેલ પવનના કારણે અલગ અલગ સ્થળે હોર્ડિંગ અને અન્ય જોખમી બેનરો ઉડ્યા હતા મહેન્દ્રનગર પાસે ગઈ કાલે તો એક હોર્ડિંગ હવામાં ફંગોળાઈ બાઈક ચાલક સાથે અથડાતા બાઈક ચાલકને ગંભીર ઈજા પહોચી હતી ત્યારે ફરીવાર આવી કોઈ દુર્ઘટના ન બંને તે ખાસ જરૂરી બન્યું છે ત્યારે મોરબી શહેરમાં આગામી દિવસમાં કોઈ મોટી ઘટના બને તે ગેર કાયદે હોર્ડિંગ દુર કરવા જરૂરી બન્યા છે. મોરબીશહેરના શનાળાથી ઉમિયા સર્કલ, ત્યાંથી લીલાપર તરફ જતા રોડ પર નવા બસ સ્ટેશનથી છેક મહારાણા પ્રતાપ સર્કલ સુધી, ત્રાજપર ગામથી લાલપર માળિયા ફાટકથી પીપળી રોડ, રવાપર રોડ સહિતના અલગ અલગ વિસ્તાર કે જ્યાં મંજુરી વિના લાગેલા હોર્ડિંગ અને જોખમી હોય તેવા હોર્ડિગ દુર કરવા જરૂરી બન્યા છે ત્યારે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજા દ્વારા કલેકટરને પત્ર લખી વહેલી તકે હોર્ડિંગ દુર કરવા માંગણી કરવામાં આવી છે

