Monday, September 9, 2024
HomeBussinessઅદાણી પોર્ટસ અને સ્પે.ઇકોનોમિક ઝોનના નવા મેનેજીંગ ડિરેક્ટર તરીકે કરણ અદાણીની નિમણુક

અદાણી પોર્ટસ અને સ્પે.ઇકોનોમિક ઝોનના નવા મેનેજીંગ ડિરેક્ટર તરીકે કરણ અદાણીની નિમણુક

ભારતની પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ), એ હાલના સીઈઓ કરણ અદાણીને મેનેજિંગ ડિરેક્ટરપદે નિયુક્ત કર્યા છે, આ પદ ઉપર અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી હતા.આ સાથે ગૌતમ અદાણીને APSEZ ના એક્ઝિક્યુટિવ ચેરમેનતરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે, જે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી સંકલિત પરિવહન યુટિલિટીઓમાંની એક છે

૨૦૦૯માં મુંદ્રા પોર્ટ ખાતે અદાણી ગ્રુપ સાથે પોતાની કારકિર્દીનો આરંભ કરનાર કરણ અદાણીએ ૨૦૧૬માં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.આ પદ ઉપરના તેમના કાર્યકાળમાં કરણ અદાણીના નેતૃત્વ હેઠળ અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (APSEZ) એ નોંધપાત્ર વિકાસનો સમયગાળો અનુભવ્યો છે. જે પછી અદાણી પોર્ટ્સ અને સેઝએ તેના પોર્ટસના પોર્ટફોલિયોમાં ભારતમાં ચાર બંદરો અને ટર્મિનલ્સ ઉપરાંત એક શ્રીલંકામાં અને એક ઇઝરાયેલમાં  ઉમેરા સાથે ઝડપથી વિસ્તાર કરી દેશના માળખાકીય વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.શ્રેણીબદ્ધ વ્યૂહાત્મક વિસ્તરણ અને ભાગીદારી સાથે અદાણી પોર્ટ્સ અને સેઝ ભારતના દરિયાકાંઠે ૧૪ બંદરો અને ભારતની બહાર બે બંદરોના પ્રસાર સાથે ભારતનું સૌથી ઝડપથી વિકસતું અને ખાનગી ક્ષેત્રનું સૌથી મોટું પોર્ટ ડેવલપર અને ઓપરેટર બની ગયું છે.APSEZની પેટાકંપની અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડ એ ભારતમાં સૌથી મોટી અને સૌથી વધુ વૈવિધ્યસભર ખાનગી રેલ ઓપરેટર છે, જે લોજિસ્ટિક્સ અને બંદર બંનેમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.. 

APSEZ ના બોર્ડે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.ના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિસાન મોટર્સના ભૂતપૂર્વ વૈશ્વિક ચીફ ઓપરેટિંગ ઓફિસર અશ્વની ગુપ્તાની નિમણૂકને પણ મંજૂરી આપી છે..

        અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.ના નવા સીઇઓ તરીકે અશ્વની ગુપ્તાને આવકારતાં ખુશી વ્યકત કરતા APSEZના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે પોર્ટ સેક્ટરમાં અમારી વૈશ્વિક નેતૃત્વની સ્થિતિને મજબૂત કરવા માટે તેમની નિમણૂક એક વ્યૂહાત્મક પગલું છે.તેમની કુશળતા, નેતૃત્વનું કૌશલ્ય અને વૈશ્વિક એક્સપોઝર અસાધારણ વૃદ્ધિને પ્રોત્સાહન, વિસ્તરણ અને નવીનતા માટે અદાણી જૂથના વિઝન સાથે જોડાયેલી નવી આંતરરાષ્ટ્રીય ભાગીદારીને પ્રોત્સાહન આપશે.એવો અમોને વિશ્વાસ છે.    વિશ્વભરમાં મુખ્ય ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો અશ્વની ગુપ્તાનો નોંધપાત્ર ટ્રેક રેકોર્ડ છે અને તેઓ ઓટોમોટિવ, રિટેલ અને ઉત્પાદન ક્ષેત્રોમાં લગભગ ત્રણ દાયકાનો અનુભવ ધરાવે છે. તેઓ વૈશ્વિક સ્તરે વિદ્યુતીકરણ, ઓટોનોમસ ડ્રાઇવિંગ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ટેક્નોલોજીના માધ્યમથી ગ્રાહક ઉકેલોનું નેતૃત્વ કરનાર એક સ્વીકૃત લિડર તરીકે ઉભરી આવ્યા છે. સમૃધ્ધ કારકિર્દી  સાથે તેઓ ઉર્જા સંક્રમણ અને ગ્રાહક કેન્દ્રિતતા પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉદ્યોગની સ્થિરતા, નવીનતા અને પરિવર્તનમાં મોખરે રહ્યા છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,573FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW