HomeGujaratમોરબીના ખેવારીયાથી નારણકા વચ્ચેનો રસ્તો અંત્યત ખખડધજ

મોરબીના ખેવારીયાથી નારણકા વચ્ચેનો રસ્તો અંત્યત ખખડધજ

મોરબી તાલુકાના ખેવારીયા અને નારણકા ગામના રસ્તો અંત્યત ખખડધજ બની જતા ખતરનાક બની ગયો છે  ગમે ત્યારે આ ખતરનાક રોડ અકસ્માત સર્જે તેવી ભીતિ હોવાની અનેક રજુઆત છતાં રસ્તા મુદ્દે તંત્ર હજુ સુધી યોગ્ય કાર્યવાહી ન કરતા ગ્રામજનોની સલામતી રામભરોસે મુકાય ગઈ છે.

મોરબી તાલુકાના ખેવારીયા ગામથી નારણકા ગામ જવાના રસ્તે ખેવારીયા ગામ નજીક આવેલ તળાવની પાર પાસેનો રસ્તો જર્જરીત હાલતમાં છે એટલું જ નહિં રસ્તા પાસે જ તળાવ હોય રાત્રિના સમયે પસાર થતાં વાહન ચાલકો જો ભુલ ખાઈ જાય તો અકસ્માત સર્જાય શકે છે. આ સંદર્ભ નારણકા ગામના મહિલા સરપંચ ભાણીબેન ગોવિંદભાઈ બોખાણીએ અગાઉ રજૂઆત કરી હતી. તેમણે અગાઉની લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, ખેવારીયાથી નારણકા ગામ વચ્ચેના રસ્તા પર ગામેરી કુવા પાસે તથા નારણકા-ખેવારીયા વચ્ચે નાલા બનાવવાની ખાસ જરૂરિયાત છે. તેમજ ખેવારીયા ગામના વિવિધ ખાતેદાર ખેડૂતોએ નારણકા ગામ જવાના રસ્તે એકદમ નજીક ખેત તલાવડા બનાવેલ છે જે અત્યંત ભયજનક છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW