HomeGujaratCentral Gujaratરાજ્ય સરકારમાં બે કેબિનેટ પ્રધાનના ખાતા છીનવાયા

રાજ્ય સરકારમાં બે કેબિનેટ પ્રધાનના ખાતા છીનવાયા

સરકારમાં નંબર ટુ ગણાતા રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મુખ્યમંત્રી દ્વારા મહેસુલ વિભાગ લઈ લેવાનો નિર્ણય કરાયો છે. જ્યારે પુર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન વિભાગ લઈ લેવાનો મહત્વનો નિર્ણય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો છે. જો રાજેન્દ્ર ત્રિવેદીની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારમાં નંબર ટુ પર તેમની નિમણૂક કરવામાં આવી હતી. કાયદો અને મહેસુલ વિભાગ જેવા મહત્વના ખાતાઓ રાજેન્દ્ર ત્રિવેદીને આપવામાં આવેલા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી મહેસુલ વિભાગમાં તેમની કામગીરીને લઈને અનેક સવાલો એ ઉભા થઈ રહેલા હતા. ખાસ કરીને ગમે તે કચેરીમાં સરપ્રાઇઝ આપવા જતા હોવાને કારણે આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો કહે છે.

પાર્ટીના અનેક સિનિયર લીડરો પણ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની કામગીરીથી નારાજ હતા. તો સાથે જ મહેસુલ મંત્રી જે રીતે સિંઘમ થઈ જુદી જુદી કલેક્ટર અને મામલતદાર કચેરીઓમાં રેડ કરી અધિકારીઓને ખખડાવ્યા તે પણ અધિકારી વર્ગની અંદર ખૂબ મોટો ચર્ચાનો વિષય બનેલો હતો. મહેસુલ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીનો હવાલો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને આપવામાં આવેલો છે.

દક્ષિણ ગુજરાતથી આવતા કેબિનેટ મંત્રી પાસેથી પણ માર્ગ મકાન વિભાગ લઈ લેવામાં આવેલો છે. મોદીની છેલ્લા ઘણા સમયથી પાર્ટી ફોર્મમાંથી અનેક ફરિયાદો મળતી હોવાની પણ ચર્ચા હાલ પાર્ટી સુત્રો જણાવી રહેલા છે ત્યારે પુર્ણેશ મોદી પાસેથી પણ આ મહત્વનો વિભાગ લઈ લેવામાં આવેલો છે. પાર્ટી સૂત્ર એમ પણ જણાવી રહ્યા છે કે, પુર્ણેશ મોદી માર્ગ અને મકાન વિભાગની કામગીરી માટે અધિકારીઓ આધારિત થઈ ગયેલા હતા. જેના પરિણામે અધિકારીઓ અનેક પ્રજાહિતના પ્રોજેક્ટ એ મંદગતિએ ચાલી રહ્યા હતા. તો જે રીતે ગુજરાતમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાની સ્થિતિ સર્જાઈ ત્યારે પૂર્ણેશ મોદીનો બે જવાબદાર નિવેદન પણ તેમનો પાસેથી આપવો પડ્યો લેવાનું કારણ બની રહ્યું છે.હવે પછી માર્ગ અને મકાન વિભાગનો કેબિનેટ કક્ષાનો હવાલો મુખ્યમંત્રી પોતાની પાસે રાખી રહેલા છે જ્યારે ખૂબ સારી કામગીરી કરનાર જગદીશ પંચાલને આપી દેવાયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW