HomeGujaratમોરબીના લાલપર ગામની સીમ નજીક જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, રૂ. 1...

મોરબીના લાલપર ગામની સીમ નજીક જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

મોરબી તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલા ઈશાન કોમ્પ્લેક્ષમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં પાંચ ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં જયેશભાઈ અમરશીભાઈ દલસાણિયા, કપિલભાઈ ભગવાનજીભાઈ અઘારા, હિતેશભાઈ જેરામભાઈ વિઠલાપરા, મનસુખભાઈ અંબારામભાઈ દેત્રોજા અને દેવકરણભાઈ આંબાભાઈ ભાડજાનો સમાવેશ થાય છે. સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ. 1,00,630નો મુદ્દામાલ પોલીસે કબજે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW