મોરબીના રવાપર-લીલાપર કેનાલ રોડ પર બોરીયા પાટી નજીક ગઈકાલે બપોરે દુઃખદ ઘટના બની હતી. મૂળ નેપાળના વતની અને હાલ રવાપર રોડ પર આવેલા બોની પાર્કના બહુચર પેલેસમાં રહેતા ચંદ્ર મનસિંગ તીરુવા (ઉં.વ. 35) અકસ્માતે કેનાલમાં ડૂબી જતાં તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

