મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગેસના બાટલાની ચોરી અંગે ગુનો નોંધાયો હતો, જેની તપાસ ચાલી રહી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ ઇન્સપેક્ટરે તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફની જુદી-જુદી ટીમો બનાવી આરોપીની શોધખોળ કરવા સૂચના આપી હતી.
તપાસ દરમિયાન સર્વેલન્સ ટીમે ટેક્નિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે ચોરીના બનાવને અંજામ આપનાર આરોપી ચિરાગ પ્રતાપસિંહ પરમાર (ઉંમર 24 વર્ષ), વ્યવસાયે ડ્રાઇવર, રહે. હાલ જેલ રોડ, લીલાપર રોડ, સાત હનુમાન સોસાયટી, મોરબી અને મૂળ વતન વડાળા, જી. ગીર સોમનાથને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને મોરબી ભડીયાદ ગામની સીમમાં આવેલી મિલેનિયમ સિરામિક ટાઇલ્સ ફેક્ટરીના પાછળના ભાગેથી ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે વધુ તપાસ પો.સ.ઇ. એચ.એસ. તિવારી દ્વારા કરવામાં આવી રહી છે.

