ગાંધીનગરના વિકાસ અને સુવિધામાં પ્રકૃતિનું નિકંદન નીકળવા લાગ્યું છે. રાંધેજા ચોકડીથી બાલવા ચોકડી સુધીના ટૂ લેન રોડને ફોરલેન બનાવવા માટે 1500 જેટલાં વૃક્ષ કાપી નાખવાનો નિર્ણય લેવાયો છે. 6.50 કિલોમીટર સુધી વિસ્તરેલી હરિયાળીના શ્વાસ રુંધી નાખવાનો આ નિર્ણય વિકાસની ખોટી દોડનું ઉદાહરણ છે.
1000 વૃક્ષ કપાયા: ગાંધીનગરના પ્રવેશદ્વાર ચ-0થી ચ-1 સુધીનાં 1000 જેટલાં વૃક્ષ કાપવાના નિર્ણય બાદ તરત લેવાયેલો આ બીજો નિર્ણય છે.પસંદ કરાયેલાં વૃક્ષોની છાલ કાપી નાખવામાં આવે છે. એ રીતે આ 1500 વૃક્ષોની પણ છાલ કાપી નખાઇ છે

