HomeGujaratવાંકાનેરના ભલગામ પાસે સ્વિફ્ટ કારનું ટાયર ફાટતા સર્જાયો ગંભીર અકસ્માત, 16 વર્ષીય...

વાંકાનેરના ભલગામ પાસે સ્વિફ્ટ કારનું ટાયર ફાટતા સર્જાયો ગંભીર અકસ્માત, 16 વર્ષીય સગીરાનો પગ કપાઈ ગયો

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં ભલગામ નજીક આવેલા પુલ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત બન્યો હતો. પુરઝડપે દોડતી સ્વિફ્ટ કારનું અચાનક ટાયર ફાટી જતા વાહનનો કાબૂ ગુમાયો અને કાર રોડ સાઇડના ડિવાઇડર સાથે જોરથી અથડાઈ હતી.

મળતી માહિતી મુજબ, તા. 10/04/2026ના રોજ બપોરે લગભગ 4 વાગ્યાના આસપાસ બામણબોર નવાપરા (તા. જિ. રાજકોટ) ખાતે રહેતા 47 વર્ષીય રમેશભાઈ ઉર્ફે હકાભાઈ નારણભાઈ કડવાણીએ જણાવ્યા મુજબ, તેમની 16 વર્ષની દીકરી સર્ધાબેન ઉર્ફે શારદાબેન સાથે વિરાજભાઈ, સંજયભાઈ અને રાહુલભાઈ ધરજીયા (રહે. ગારીડા, તા. જિ. રાજકોટ) સ્વિફ્ટ કાર (નંબર GJ-03-KH-1696)માં કૂચિયાદળથી મેસરિયા ગામ ગોલા ખાવા ગયા હતા.

પાછા ફરતા સમયે કાર રાહુલભાઈ ચલાવી રહ્યો હતો. વાંકાનેર બાઉન્ડ્રી નજીક ભલગામ પુલ પાસે પહોંચતાં કાર ઝડપથી અને બેદરકારીપૂર્વક ચલાવવામાં આવી રહી હતી, ત્યારે અચાનક આગળનું ટાયર ફાટી જતા ડ્રાઈવરનો કાર પરનો કાબૂ છૂટી ગયો. પરિણામે કાર રોડની બાજુમાં આવેલા પતરાના ડિવાઇડર સાથે જોરદાર અથડાઈ ગઈ. આ અકસ્માતમાં સર્ધાબેનને ગંભીર ઇજા પહોંચી હતી, જેમાં ડિવાઇડરનું પતરું વાગતાં તેમનો જમણો પગ કપાઈ ગયો હતો. ઉપરાંત, વિરાજભાઈને પણ બંને પગમાં ઇજાઓ થઈ હતી.

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપી ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW