મોરબીના વીશીપરા કુલીનગર-1 વિસ્તારમાં રહેતા શાહરૂખભાઈ ફિરોઝભાઈ પઠાણે મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી સાજીદભાઈ સાઉદીનભાઈ જેડા (રહે. યમુનાનગર, મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, બે દિવસ પહેલાં આરોપીના ભાઈ સાથે થયેલી બોલાચાલીનો બદલો લેવા માટે સાજીદભાઈએ શાહરૂખભાઈને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ, આરોપી વીશીપરા મેઇન રોડ ગોવિંદભાઇના ડેલા પાસે પોતાની સ્કોર્પિયો કાર લઈને આવ્યો અને ફરિયાદી પોતાના મિત્રની ક્રેટા કાર (નંબર GJ-36-AR-4143) સાથે હતો ત્યારે તેને ટક્કર મારી હતી.
આ અથડામણમાં ક્રેટા કારના જમણા દરવાજા, પાછળના ભાગ અને આગળના બમ્પરને નુકસાન થયું હતું. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

