HomeGujaratમોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા તથા બાગાયતી યોજનાઓ માટે ખેડૂત...

મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા તથા બાગાયતી યોજનાઓ માટે ખેડૂત શિબિર યોજાઈ

મોરબી જિલ્લામાં બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાના આશયથી જિલ્લા બાગાયત ખાતા દ્વારા ખેડૂત તાલીમ/શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગત તા. ૦૬/૧૦/૨૦૨૬ ના રોજ મોરબી તાલુકાના લક્ષ્મીનગર (જૂના સાદુળકા) ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં બાગાયત ખાતાના અધિકારીઓ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), ગોર ખીજડીયાના કૃષિ નિષ્ણાંતોએ વિશેષ ઉપસ્થિત રહીને ઉપસ્થિત ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ શિબિર દરમિયાન બાગાયત ખાતાની નવીન યોજનાઓ, પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ, બાગાયતી પાકોમાં વૈજ્ઞાનિક પાક વ્યવસ્થાપન તેમજ રોગ-જીવાત નિયંત્રણ અંગેની સઘન અને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો મહત્તમ અને સરળતાથી કેવી રીતે લાભ મેળવી શકે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ માર્ગદર્શન શિબિરમાં સ્થાનિક ખેડૂતોએ બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, તેમ મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW