HomeGujaratમોરબી LCBએ લૂંટ અને દારૂના ગુનામાં નાસતા ફરતા મહિલા સહિત બે આરોપીઓને...

મોરબી LCBએ લૂંટ અને દારૂના ગુનામાં નાસતા ફરતા મહિલા સહિત બે આરોપીઓને ઝડપી પાડ્યા

મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન LCB/પેરોલ ફર્લો સ્કવોડની ટીમે લૂંટ અને પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા

સરહદી રેન્જ ભુજ દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં નાસતા ફરતા તેમજ ચાલુ તપાસમાં પકડવાના બાકી આરોપીઓને ઝડપી પાડવા માટે તા. 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર 2026 સુધી સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ અંતર્ગત મોરબી LCB/પેરોલ ફર્લો સ્કવોડની ટીમ ટેકનિકલ માધ્યમો, હ્યુમન સોર્સિસ અને બાતમીદારોની મદદથી આરોપીઓની શોધખોળ કરી રહી હતી.

પોલીસને ખાનગી બાતમીના આધારે લૂંટના ગુનામાં નાસતા ફરતા રણમલ ઉર્ફે મુખી દિલાવરભાઈ સામતાણી (ઉંમર 43), રહે. ખીરઈ, તા. માળીયા (મીં), જી. મોરબી, તેના રહેણાક મકાનેથી મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી

બીજી તરફ, પ્રોહિબિશનના ગુનામાં નાસતી ફરતી મહિલા આરોપી મુસ્કાનબેન અબ્બાસભાઈ કટીયા (ઉંમર 21), રહે. માળીયા વનાળીયા સોસાયટી, મોરબી-2ને મહિલા પોલીસ કર્મચારી સાથે રાખીને મોરબીના ગ્રીન ચોક પાસેથી ઝડપી લેવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW