HomeGujaratમાળીયાના સુલતાનપુરમાં જૂની બોલાચાલીના મનદુઃખમાં યુવકો પર લાકડાના ધોકાથી હુમલો

માળીયાના સુલતાનપુરમાં જૂની બોલાચાલીના મનદુઃખમાં યુવકો પર લાકડાના ધોકાથી હુમલો

માળીયા મિયાણા તાલુકાના સુલતાનપુર ગામે અગાઉ થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી ચાર ભાઈઓએ એકસંપ થઈ બે યુવાનો પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સુનિલભાઈ લાભુભાઈ દેગામા (ઉં.વ.25)એ ચાર શખ્સો વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, સુનિલભાઈને અગાઉ અક્ષયભાઈ અમરશીભાઈ સીતાપરા સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ અક્ષયભાઈ સુનિલભાઈ સામે ઈશારા કરતા હોવાથી તેમણે આ અંગે સમજાવ્યા હતા. આ બાબતનો ખાર રાખીને અક્ષયભાઈ સહિત મહીપતભાઈ, રાહુલભાઈ અને અજયભાઈ સીતાપરા ચારેય ભાઈઓએ સુનિલભાઈ તથા તેમના સાથી વિક્રમને રસ્તામાં અટકાવી હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.

ચારેય આરોપીઓએ લાકડાના ધોકા વડે સુનિલભાઈના માથા, બરડા અને ડાબા હાથના ભાગે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. દરમિયાન વિક્રમ છોડાવવા વચ્ચે પડતાં તેને પણ બંને પગ તથા જમણા હાથના ભાગે ધોકા વડે માર મારવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ઉપરાંત આરોપીઓએ સુનિલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

સમગ્ર મામલે માળીયા મિયાણા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW