HomeGujaratવાંકાનેરમાંથી પોલીસે 600 લીટર દેશી દારૂ સાથે 3 આરોપી ઝડપાયા

વાંકાનેરમાંથી પોલીસે 600 લીટર દેશી દારૂ સાથે 3 આરોપી ઝડપાયા

મોરબી જિલ્લામાં દેશી દારુની ગેરકાયદેસર રીતે ચાલતી હેરાફેરી પર અંકુશ લગાવવાના સરહદી રેન્જ આઈજી અને મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના આધારે મોરબી એલસીબી પી આઈ તેમજ તેમની ટીમ દ્વારા  વાંકાનેર સીટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વાંકાનેર બાઉન્ડ્રી તરફથી આવતી એક બોલેરો કારમાં દેશી દારૂ ભરી વાંકાનેર તરફ આવી રહ્યું છે જેને  કિયા કારથી પાઈલોટીંગ આપી પોલીસની નજર થી બચવા પ્રયાસ થઇ રહ્યો છે  આ બાતમી આધારે વોચ ગોઠવી હતી દરમિયાન રાતી દેવડી ગામ તરફ જવાના રસ્તેથી એલસીબીએ કાર અને બોલેરોને અટકાવી હતી બન્ને કાર મળી કુલ રૂ 1 લાખ 20 હજારની કિમતનો 600 લીટર દેશી દારૂ પકડી પાડ્યો હતો પોલીસે સ્થળ પર થી કિયા કાર,બોલેરો કાર તેમજ  બે મોબાઈલ મળી કુલ 14 લાખ 30 હજારની કિમતનો મુદામાલ જપ્ત કરી વાંકાનેર સીટી પોલીસ મથક હવાલે કર્યા હતા આ ઉપરાંત દારુની હેરાફેરી કરનાર અરવિંદ મુકેશ સોલંકી,શની શાંતિભાઈ કડીવાર અને પ્રકાશ જયંતિભાઈ કુંઢીયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ તેમના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW