HomeGujaratઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ...

ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ

મોરબી શહેર વિસ્તારમાંથી 181 અભય મહિલા હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવી હતી કે, એક અજાણી મહિલા લાંબા સમયથી એકલી બેઠી છે અને મદદની જરૂર છે. માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતીબેન અને પાયલોટ દેવકરણભાઈ ગઢવી તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યાં હાજર વ્યક્તિએ જણાવ્યું હતું કે મહિલાને ઘણીવાર પૂછવા છતાં તે કંઈ જણાવતી નહોતી.

ટીમે સૌપ્રથમ મહિલાને શાંતિ આપી અને સંવેદનશીલ રીતે કાઉન્સેલિંગ શરૂ કર્યું. વાતચીત દરમિયાન મહિલાએ જણાવ્યું કે પતિ સાથે થયેલા મનમેળના અભાવે તે ઘર છોડીને નીકળી ગઈ હતી. ત્યારબાદ ટીમે મહિલાને સમજાવી અને આવી પરિસ્થિતિમાં ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપી. મહિલાના જણાવેલા સરનામે પહોંચી ટીમે તેના પતિ સાથે પણ વાતચીત કરી. પતિએ જણાવ્યું કે તેઓ પત્નીને શોધવા માટે આસપાસ અને ઓળખીતાઓમાં પૂછપરછ કરી રહ્યા હતા અને માહિતી ન મળતાં પોલીસમાં ગુમ થયાની અરજી પણ કરી હતી.

ટીમે બંને પતિ-પત્નીને યોગ્ય માર્ગદર્શન આપ્યું, જેમાં ઝઘડા ટાળવા અને એકબીજાની કાળજી રાખવા માટે સમજાવ્યું. મહિલાએ પણ ખાતરી આપી કે હવે પછી તે પતિને જાણ કર્યા વગર ક્યારેય ઘર છોડશે નહીં. અંતે બંને ફરી સાથે રહેવા તૈયાર થયા. આ રીતે 181 અભયમ ટીમે મહિલાનું તેના પતિ સાથે પુનઃમિલન કરાવ્યું. મહિલાના પતિએ ટીમનો આભાર વ્યક્ત કરી તેમને સલામત રીતે ઘરે પહોંચાડવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW