HomeGujaratગેરહાજરી પૂરતા લાઇન ઇન્સ્પેક્ટર ઉશ્કેરાયા: હળવદના જેટકો ડેપ્યુટી એન્જિનિયર પર હુમલો અને...

ગેરહાજરી પૂરતા લાઇન ઇન્સ્પેક્ટર ઉશ્કેરાયા: હળવદના જેટકો ડેપ્યુટી એન્જિનિયર પર હુમલો અને જાનથી મારવાની ધમકી

હળવદના સરા રોડ વિસ્તારમાં રહેતા અને માનસર 400 કે.વી. જેટકોમાં નાયબ ઇજનેર તરીકે કામ કરતા નીતીનભાઈ જયસુખભાઈ લોરીયાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે ત્યાં જ લાઇન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ કાનજીભાઈ ચાવડા (રહે. વડવાળી શેરી, સોની તળાવડી, ધાંગધ્રા)ને આરોપી બનાવ્યા છે.

ફરિયાદ મુજબ, આરોપી અગાઉ નોકરી દરમિયાન ગેરહાજર રહ્યા હતા, જેના કારણે નીતીનભાઈએ મસ્ટરમાં તેમની હાજરી સામે લીટી મારી હતી. આ બાબતે મનમાં ખોટ રાખી આરોપીએ તેમની સાથે બોલાચાલી શરૂ કરી અને પછી ઝપાઝપી કરી અશ્લીલ ગાળો આપી હતી. બાદમાં ઉશ્કેરાઈ જઈ આરોપીએ ફરીયાદીને ગાલ પર થપ્પડ મારી હતી અને તેમના સાથીને પણ ગાળો આપી હતી. ઉપરાંત, અર્થીંગ ફાઈબર રોડનો દંડો લઈ તેઓને મારવા દોડ્યા હતા અને બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઘટનાને આધારે પોલીસે ફરિયાદ નોંધાવી આગળની તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW