HomeGujaratવાંકાનેરના વાલાસણ ગામે મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, રૂ.70 હજારથી...

વાંકાનેરના વાલાસણ ગામે મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, રૂ.70 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

મોરબી એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ નજીક આવેલી એક વાડીના મકાનમાં દરોડો પાડી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. ખરાડી અને પી.એસ.આઈ. એચ.એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમને બાતમી મળી હતી કે, કિરીટભાઈ માધાભાઈ વરાણ (ઉ.વ. 31), રહે. અનીડા, તા. કોટડા સાંગાણી, પોતાના સાગરીતો સાથે મળીને વાંકાનેરના વાલાસણથી કોટડા સાંગાણી તરફ જતા માર્ગ પર વાઘાર સીમ વિસ્તારમાં અસ્તાપીર તરફ જતા કાચા રસ્તે આવેલી એક વાડીના મકાનમાં મેફેડ્રોન પાવડરનો જથ્થો રાખી છૂપી રીતે ગ્રાહકોને વેચાણ કરે છે.

આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરમિયાન કિરીટભાઈ વરાણ પાસેથી 20.17 ગ્રામ મેફેડ્રોન પાવડર, જેની કિંમત રૂ. 60,510 થાય છે, તેમજ રૂ. 10,000ની કિંમતનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 70,510ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો.

આ મામલે વધુ પૂછપરછ દરમિયાન નરેન્દ્રભાઈ પાંચાભાઈ રામોલિયા, રહે. અનીડા વાછરા, તા. કોટડા સાંગાણીનું નામ સામે આવ્યું હતું. જેથી પોલીસે બંને શખ્સો વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(C), 22(B) અને 29 હેઠળ ગુનો નોંધી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,830SubscribersSubscribe

TRENDING NOW