HomeGujaratમોરબી: પડોશીના ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા યુવક પર ધારીયા વડે જીવલેણ હુમલો

મોરબી: પડોશીના ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા યુવક પર ધારીયા વડે જીવલેણ હુમલો

મોરબીના નવલખી રોડ પર આવેલ નેકસેસ સિનેમા સામે ગાયત્રી આશ્રમ પાછળ ધુતારી વિસ્તારમાં રહેતા દીપકભાઈ સુરેશભાઈ આંત્રેસાએ આરોપી જગદીશભાઇ સરવૈયા, જગદીશભાઇનો દીકરો દક્ષ અને જગદીશભાઇના ભાઇ છનાભાઇ સામે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, પાડોશમાં રહેતા વિક્રમભાઈ ડાભી અને તેમની પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો ચાલી રહ્યો હતો. ત્યારે વિક્રમભાઈની દીકરીએ દીપકભાઈને બોલાવતા તેઓ વચ્ચે પડી મામલો શાંત કરાવવા ગયા હતા. જોકે, વિક્રમભાઈ ઝઘડો કરીને ત્યાંથી નીકળી જગદીશભાઈ સરવૈયાની વાડી તરફ જતા રહ્યા. બાદમાં દીપકભાઈ તેમને સમજાવી પરત લાવવા માટે ત્યાં પહોંચ્યા હતા.

આ દરમિયાન પરિસ્થિતિ વધુ તંગ બની જતા ત્યાં હાજર જગદીશભાઈ, તેમનો પુત્ર દક્ષ અને છનાભાઈએ મળીને દીપકભાઈ પર હુમલો કર્યો હતો. દક્ષે હાથમાં રહેલા ધારીયા વડે દીપકભાઈના માથામાં ઘા કર્યો હતો, જ્યારે છનાભાઈએ તેમના ડાબા હાથના કાંડા પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW