દોઢ વર્ષ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા સાંસદમાં કે ખેડૂતો સંગઠનને વિશ્વાસમાં લીધા વિના રજુ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાનો ખેડૂતો દ્વારા કરવામાં આવેલ મક્કમ વિરોધના કારણે અંતે સરકારે ઝુકી છે અને ત્રણેય કૃષિ બિલ પરત લેવાની જાહેરાત કરી છે.
Today is the Parkash Purab of Sri Guru Nanak Dev Ji.
— PMO India (@PMOIndia) November 19, 2021
Today PM will inaugurate key schemes relating to irrigation in Mahoba, Uttar Pradesh.
Then, he will go to Jhansi for the ‘Rashtra Raksha Samparpan Parv.’
Before all of these programmes, he will address the nation at 9 AM.
દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતી નિમિતે આજે દેશના વડાપ્રધાન દ્વારા દેશ જોગ સંદેશ આપવા સામે આવ્યા હતા આજના સંબોધનમાં સૌથી મોટી જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ મહત્વ પૂર્ણ જાહેરાત કરી હતી જે કૃષિ સાથે જોડાયેલ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં અઆવેલ ત્રણ કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી આમ છેલ્લા દોઢ વર્ષથી પંજાબ હરિયાણા તેમજ દેશના અલગ અલગ રાજ્યમાં ખેડૂતોનો વિજય થયો છે.
વડાપ્રધાન દ્વારા તેમના સંબોધનની શરૂઆત દેવ દિવાળી અને ગુરુનાનક જયંતીની શુભેચ્છાઓ આપી હતી.તેમજ શીખના પવિત્ર ધર્મ સ્થળ કરતારપુર સાહેબ દર્શન માટે કોરીડોર દોઢ વર્ષ બાદ શરુ થવાની વાત કરી હતી.
બાદમાં તેઓએ ખેડૂતોના લગતા મુદા પર પોતાની વાત રજુ કરી હતી મોદી એ જણાવ્યું હતું તેમના 5 દાયકાના સાર્વજનિક જીવનમાં ખેડૂતોને પડતી મુશ્કેલી નજીકથી જાણીતો છું.જેથી 2014માં વડા પ્રધાન બન્યા બાદ ખેડૂતોની સમસ્યા દુર કરવા પ્રાથમિકતા રહી છે દેશમાં 100 માંથી 80 ખેડૂતો નાના ખેડૂતો છે જેની પાસે જમીન 2 હેક્ટરથી ઓછી અને આવા ખેડૂતોની સંખ્યા 10 કરોડ છે.આ નાની જમીનથી પરિવારનું ગુજરાન ચલ્લાવે છે અને પેઢી દર પેઢી જમીન ઘટી રહી છે અને આ જ નાના ખેડૂતો માટે બીજ, બીમાં,બજાર અને બચત પર એમ તમામ પર ચારેય બાજુ કામગીરી હતી. પીએમ મોદીએ કહ્યું, ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા. જેથી નાના ખેડૂતોને વધુ પાવર મળે. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી.જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું. મિત્રો, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. આ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામડાના, ગરીબોના હિતમાં, સંપૂર્ણ સહયોગ સાથે, ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો. પરંતુ અમે ખેડૂતોના હિત માટેની વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી. તેમ છતાં ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો.આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. પીએમ મોદીએ કહ્યું, અમે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. તેમજ પીએમ મોદીએ ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે, ખેતરમાં પાછા ફરો પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરૂઆત કરો.