HomeInfo Graphics"સૂર્ય પર સર્જાયું પૃથ્વી કરતા અનેકગણું વિશાળ સનસ્પોટ AR4366."

“સૂર્ય પર સર્જાયું પૃથ્વી કરતા અનેકગણું વિશાળ સનસ્પોટ AR4366.”

છેલ્લા બે દિવસથી સૂર્યાસ્ત સમયે આકાશમાં સૂર્યની સપાટી પર એક કાળો ડાઘ દેખાતો હોવા બાબતે અનેક લોકોએ ‘સ્ટારગેજીંગ ઈન્ડિયા’ નો સંપર્ક કરેલ છે. ખગોળશાસ્ત્રીઓના મતે આ કોઈ સામાન્ય ડાઘ નથી, પરંતુ સૂર્ય પર સર્જાયેલું એક પ્રચંડ ચુંબકીય તોફાન છે, જેને ‘સનસ્પોટ AR4366’ તરીકે ઓળખવામાં આવે છે.

શું છે આ સનસ્પોટની ખાસિયત?

વિશાળ કદ: આ સનસ્પોટ વિસ્તાર પૃથ્વીના વ્યાસ કરતા આશરે 10 થી 15 ગણો મોટો છે. તે એટલો મોટો છે કે પૃથ્વી જેવા અનેક ગ્રહો તેમાં સમાઈ શકે.

પૃથ્વી પર અસર: આ વિસ્તારમાંથી હાલમાં જ શક્તિશાળી ‘X-ક્લાસ’ સૌર જ્વાળાઓ (Solar Flares) છૂટી પડી છે. જેના કારણે આવનારા 48 કલાકમાં પૃથ્વી પર જીઓમેગ્નેટિક સ્ટોર્મ (Geomagnetic Storm) આવવાની શક્યતા છે, જે GPS અને મોબાઈલ નેટવર્ક જેવી સેટેલાઈટ સેવાઓને અસર કરી શકે છે.

સનસ્પોટનું મુખ્ય કેન્દ્ર (Primary Core): આ સનસ્પોટનું માત્ર મુખ્ય કાળું કેન્દ્ર જ પૃથ્વી કરતાં બે ગણી પહોળાઈ ધરાવે છે, એટલે કે આશરે 25,000 થી 30,000 કિમી.

સમગ્ર સનસ્પોટ સમૂહ (Entire Archipelago): આ આખો સનસ્પોટ સમૂહ (જેમાં નાના-મોટા અનેક ટપકાંઓનો સમાવેશ થાય છે) સૂર્યની સપાટી પર આશરે 1,25,000 થી 1,50,000 કિમી કરતાં પણ વધુ વિસ્તારમાં ફેલાયેલો છે.

સ્ટારગેજીંગ ઈન્ડિયાના નરેન્દ્ર ગોર જણાવે છે કે, “સૂર્યાસ્ત સમયે સૂર્યની તેજસ્વીતા ઓછી લાગતી હોવા છતાં, તેને નરી આંખે અથવા સામાન્ય ચશ્માથી જોવો અત્યંત જોખમી છે. સૂર્યમાંથી નીકળતા પારજાંબલી (UV) અને ઇન્ફ્રારેડ કિરણો આંખના પડદા (Retina) ને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. સૂર્યદર્શન માટે હંમેશા પ્રમાણિત સોલર ફિલ્ટર અથવા સોલર ગોગલ્સનો ઉપયોગ કરવો જોઈએ.”

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW