મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારનું નિધન થયું છે. બારામતીમાં તેમનું પ્લેન ક્રેશ થયું હતું. એવું જણાવવામાં આવી રહ્યું છે કે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો.
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, અજિત પવાર ગંભીર રીતે ઘાયલ થયા હતા (અને ત્યારબાદ તેમના મોતના સમાચાર સામે આવ્યા છે). તેઓ મુંબઈથી એક પ્રાઈવેટ ચાર્ટર્ડ પ્લેનમાં ગયા હતા. જોકે, લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી ઉતરી ગયું હતું. પ્લેનમાં અજિત પવારની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી અને પ્લેન સ્ટાફ પણ ઘાયલ થયા છે. તમામ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

