HomeGujaratમોરબી મનપા દ્વારા "નમસ્તે દિવસ" નિમિત્તે સફાઈકર્મીઓને PPE કિટનું વિતરણ અને અધિકારીઓનું...

મોરબી મનપા દ્વારા “નમસ્તે દિવસ” નિમિત્તે સફાઈકર્મીઓને PPE કિટનું વિતરણ અને અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું

મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) શાખા દ્વારા તા. 14 જુલાઈના રોજ “નમસ્તે દિવસ” નિમિત્તે માનનીય ડેપ્યુટી મેયર, દંડક, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા કોર્પોરેટરોના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠ સેનિટરી ઇન્સ્પેક્ટર ધારા પટેલ, શ્રેષ્ઠ સેનિટરી સબ ઇન્સ્પેક્ટર મીના વાઘેલા તેમજ શ્રેષ્ઠ સફાઈકર્મી આશાબેન પઠાણને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સફાઈકર્મીઓની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખી તેમને PPE કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત સફાઈકર્મીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તબીબી તપાસ અને જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સફાઈકર્મીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સફાઈકર્મીઓના યોગદાનને બિરદાવવાનો, તેમની કામગીરીને પ્રોત્સાહિત કરવાનો તેમજ સુરક્ષિત અને સ્વચ્છ કાર્યપરિસ્થિતિ અંગે જાગૃતિ લાવવાનો હતો. મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યક્રમો સતત આયોજિત કરવામાં આવશે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW