HomeGujaratવાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

મોરબી એલસીબી તથા પેરોલ-ફર્લો સ્કવોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

પોલીસ મહાનિરીક્ષક મોરબી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા તેમજ પેરોલ જમ્પ કરેલા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તે અંતર્ગત એલસીબી મોરબીના ઇન્ચાર્જ પી.આઈ. એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર બી.ડી. ભટ્ટ, વી.જી. માલાણી અને ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન મળેલી ખાનગી અને વિશ્વસનીય માહિતીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી ભનુભાઈ ઉર્ફે ખોડુભાઈ બહાદુરભાઈ ગોવાળીયા કાઠી (ઉ.વ. 33), રહે. ખટડી, તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર હાલ વાંકાનેર બાઉન્ડ્રી વિસ્તારમાં હાજર હોવાની માહિતી મળી હતી.

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ આરોપીને વધુ તપાસ અને આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW