HomeGujaratમોરબીના વોર્ડ 2માં ઈવીએમ થયું ખરાબ, મતદાન અટકતા અધિકારીઓ થયા દોડતા

મોરબીના વોર્ડ 2માં ઈવીએમ થયું ખરાબ, મતદાન અટકતા અધિકારીઓ થયા દોડતા

મોરબીમાં ચાલી રહેલી મતદાન પ્રક્રિયા દરમિયાન વોર્ડ નંબર 6 માં ઇવીએમ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા થોડો સમય મતદારોમાં કચવાટ  જોવા મળ્યો હતો. લગધીરવાસ પ્રાથમિક શાળાના મતદાન મથક પર મશીન બંધ પડી જતાં વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક દોડી ગયા હતા.

રૂમ નંબર 2 માં સર્જાઈ સમસ્યા મળતી માહિતી મુજબ, મોરબીના વોર્ડ નંબર 6 માં આવેલી લગધીરવાસ પ્રાથમિક શાળાના રૂમ નંબર 2 ના મતદાન મથકમાં અચાનક ઇવીએમ (EVM) મશીનમાં એરર જોવા મળી હતી. મશીન કામ કરતું બંધ થઈ જતાં કતારમાં ઉભેલા મતદારોમાં ગણગણાટ શરૂ થયો હતો અને મતદાન પ્રક્રિયા અટકી પડી હતી. અધિકારીઓની ત્વરિત કામગીરી ઘટનાની જાણ થતા જ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અધિકારીઓએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને મશીનમાં આવેલી એરરને દૂર કરવાના પ્રયાસો કર્યા હતા. ગણતરીની મિનિટોમાં જ અધિકારીઓએ ખામી સુધારીને ઇવીએમ મશીનને ફરીથી કાર્યરત કરી દીધું હતું. મશીન શરૂ થતાં જ ખોરવાયેલું મતદાન ફરી શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હતું અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW