HomeGujaratહળવદમાં ગાડી ભટકાડી ખૂની ખેલ ખેલાયો: છરી અને ધોકા વડે હુમલો કરી...

હળવદમાં ગાડી ભટકાડી ખૂની ખેલ ખેલાયો: છરી અને ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા 6 શખ્સો સામે ફરિયાદ

હળવદના ચરાડવા ગામે રહેતા સદામ ગુલામહુસેન ભટ્ટી (ઉ.વ. 30)એ વિજયભાઈ છાસિયા, તેમની પત્ની, સમીર રફીકભાઈ જામ, ઉમરભાઈ કાસમભાઈ જામ, શબિર કાસમભાઈ જામ અને સાદીક કાસમભાઈ જામ સહિત તમામ હળવદવાસીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, આરોપીઓએ પૂર્વ આયોજન સાથે ટોળકી બનાવી ધોકા અને છરી જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી સદામભાઈ તથા સાહેદ રેહાનને ઇજા પહોંચી હતી. વધુમાં જીજે-36-બીબી-9200 નંબરની સ્વીફ્ટ કાર ફરિયાદીની થાર ગાડી સાથે અથડાવી અંદાજે રૂ. 25 હજારનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આરોપીઓએ ફરિયાદીની પત્ની અને માતાને ગાળો આપી ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી.

બીજી તરફ, સમીર રફીકભાઈ જામે પણ હળવદ પોલીસ સ્ટેશનમાં સદામ મિયાણા (રહે. ચરાડવા) તથા અન્ય બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, આરોપીઓએ ગાળો આપી ઝઘડો કર્યો હતો અને લાંબા વાળ ધરાવતો એક અજાણ્યો શખ્સ હાથમાં છરી લઈને મારવા દોડ્યો હતો. ઉપરાંત, થાર ગાડી વડે સ્વીફ્ટ કારને ટક્કર મારી અંદાજે રૂ. 50 હજારનું નુકસાન પહોંચાડ્યું હતું.

આ બનાવ અંગે હળવદ પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW