T20 વર્લ્ડકપની પહેલી મેચમાં પાકિસ્તાન સામે હારી ગયા બાદ ભારતીય ક્રિકેટ ટીમે કેટલાક ફેરફાર કર્યા છે. રણનીતિ પણ બદલી છે. હવે ભારતીય ક્રિકેટ ટીમની ટક્કર ન્યૂઝીલેન્ડની ટીમ સામે છે. પહેલી મેચમાં વિરાટ કહોલીને બાદ કરતા કોઈ ખેલાડી ખાસ પર્ફોમ કરી શક્યો નથી. એવામાં ન્યૂઝીલેન્ડ સામે આગામી મેચમાં કેટલાક બદલાવ ભારતીય ક્રિકેટ ટીમમાં જોવા મળશે. પરિવર્તન થવાનું છે એ નક્કી છે. ખાસ તો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને બહાર કરવામાં આવી શકે છે.
ભૂવનેશ્વરની જગ્યાએ આ ખેલાડીને ન્યૂઝીલેન્ડ સામે ચાન્સ આપવામાં આવી શકે છે. હાર્દિકની જગ્યાએ ઈશાન કિશન સારી બોલિંગ ફેંકી શકે છે. ભારતને પાકિસ્તાને પહેલી જ મેચમાં10 વિકેટથી પરાસ્ત કર્યું હતું. હવે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં જો ભારત જીતી જશે તો સેમિફાઈનલ સુધીની યાત્રા સરળ બની રહેશે.પાકિસ્તાન સામેની મેચમાં પણ હાર્દિક પંડ્યાને ખભામાં ઈજા થઈ હતી. અફરીદીનો એક બોલ સીધો હાર્દિક પંડ્યાના ખભા પર લાગ્યો હતો. જેના કારણે તે સમગ્ર મેચમાં ફિલ્ડિગ કરી શક્યો નથી. આ પહેલા પણ હાર્દિક ટર્નામેન્ટ માટે ફીટ ન હતો.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

હાર્દિક પંડ્યાનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમ માટે માથાનો દુખાવો બની રહ્યો છે. હાર્દિક બોલિંગ તો કરતો નથી પણ બેટિંગમાં પણ એનું કંગાળ પ્રદર્શન રહ્યું છે. ન તે બેટિંગમાં ચાલતો કે નથી તે બોલિંગ કરતો. હવે એવું લાગે છે કે મેચમાં એનું સ્થાન ઈશાન કિશન લઈ શકે છે. કારણ કે એનું પર્ફોમન્સ કમાલનું રહ્યું છે. ઈશાન કિશને ઈંગ્લેન્ડ સામેની વાર્મઅપ મેચ પણ રમી હતી. ટીમ સિલેક્ટર્સે ટીમ તૈયાર થઈ એ પહેલા કહ્યું હતું કે, હાર્દિક નીચેના ક્રમમાં બેટિંગ કરી શકે છે. એટલે એક બેટ્સમેન તરીકે એને જગ્યા આપવામાં આવી છે. હાર્દિક પર જે આશા હતી એના પર ઠંડુ પાણી રેડાઈ ગયું છે. આ સિવાય IPLમાં તેણે બેસ્ટ પર્ફોમ કર્યું છે. જેમાં ધમાકેદાર પર્ફોમ કર્યું હતું. બેટિંગમાં દમદાર પર્ફોમ આપ્યું હતું. એવામાં વિરાટ કોહલી આગામી મેચમાં ઈશાન કિશનને ચાન્સ આપી શકે છે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ભૂવનેશ્વર કુમારના સ્થાને શાર્દુલ ઠાકુરને સામિલ કરવાની વાત ચાલી રહી છે. શાર્દુલ બોલિંગ અને બેટિંગ બંનેમાં ચાલે એમ છે. કમાલ કરી શકે છે. તેણે ઈંગ્લેન્ડ અને એસ્ટ્રોલિયા સામે પણ તેણે સારૂ પર્ફોમ કર્યું છે. ટીમ ઈન્ડિયા માટે તેને ગેમ ચેન્જર માનવામાં આવે છે.