HomeGujaratમોરબીમાં દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરાયો

મોરબીમાં દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની અવેધ પ્રવૃત્તિને કાબૂમાં લાવવા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને શાંતિપૂર્ણ તેમજ ભયમુક્ત વાતાવરણમાં યોજવા માટે પોલીસે સક્રિય પગલાં લીધાં છે.

આ ક્રમમાં દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલા વ્યક્તિ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરીને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબીએ આ અરજીને મંજૂર કરીને ત્રાજપર (તા. મોરબી)ના રહેવાસી રવીભાઈ રમેશભાઈ વરાણીયાનું પાસા વોરંટ ઇસ્યુ કર્યું છે.

પોલીસ ઇન્સ્પેક્ટર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ કરી આરોપી રવીભાઈ રમેશભાઈ વરાણીયાને પાસા એક્ટ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો છે. આરોપીને સાબરમતી મધ્યસ્થ જેલમાં પૂર્વે હવાલે કરવાની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW