બાબર આઝમ 68રન અને મોહમ્મદ રિઝવાન 79રનની દમદાર બેટિંગની મદદથી પાકિસ્તાને ટી20 વિશ્વકપના સુપર-12 મેચમાં ભારતને 10 વિકેટે પરાજય આપીને ઇતિહાસ બનાવ્યો છે. પહેલી વાર પાકિસ્તાન આ ફોર્મેટમાં જીત્યું છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 151 રન બનાવ્યા. જેના જવાબમાં પાકિસ્તાને 18 ઓવરમાં વિના વિકેટે 152 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી છે.
પાકિસ્તાનને બંને ઓપનર બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેમાં વિના વિકેટે 43 રન બનાવ્યા હતા. પાવરપ્લે બાદ પણ બંને ખેલાડીઓએ સ્થિતિ પ્રમાણે બેટિંગ કરી હતી.