HomeGujaratમોરબી મહાનગરપાલિકા ચૂંટણીનો જંગ: વોર્ડ નં. 9માં ભાજપનો ઝંઝાવતી પ્રચાર, ડોર-ટુ-ડોર કેમ્પેઈનથી...

મોરબી મહાનગરપાલિકા ચૂંટણીનો જંગ: વોર્ડ નં. 9માં ભાજપનો ઝંઝાવતી પ્રચાર, ડોર-ટુ-ડોર કેમ્પેઈનથી મતદારોને રીઝવવા પ્રયાસ

મોરબી જિલ્લામાં આગામી ૨૬મી એપ્રિલના રોજ મહાનગરપાલિકા અને વિવિધ નગરપાલિકાઓ માટે મતદાન પ્રક્રિયા યોજાવાની છે. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત યોજાઈ રહેલી આ ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને શહેરના તમામ વોર્ડમાં ઉમેદવારોએ જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે.
મોરબીના વોર્ડ નંબર 9માં ભાજપ દ્વારા પ્રતિષ્ઠિત અને ઉદ્યોગકારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પાટીદાર સમાજ નો ગઢ માનવામાં આવતા આ વોર્ડમાં ભાજપ તરફથી ભગવતીબેન મુકેશભાઈ કુંડારિયા લડી રહ્યા છે જેઓ મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાના પત્ની છે આ ઉપરાંત નુતનબેન હરસુખભાઈ વિડજા,નવનીતભાઈ ભુદરજીભાઈ કુંડારિયા મેદાનમાં છે સામે પક્ષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ તેમના ઉમેદવારોને મેદાનમાં ઉતરતા વોર્ડ 9 માં પણ ત્રી પાખીયો જંગ ખેલાશે ત્યારે ભાજપના આ તમામ ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે. ઉમેદવારો દ્વારા ઘરે-ઘરે જઈને મતદારો સાથે સીધો સંવાદ સાધવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકાના પ્રથમ કોર્પોરેટર બન્યા બાદ વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી અને ગટરની બાકી રહેલી સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાના મક્કમ વચનો ઉમેદવારો આપી રહ્યા છે.
એક તરફ ભાજપના ઉમેદવારો વિકાસના દાવા અને વચનો સાથે મેદાનમાં છે, તો બીજી તરફ મતદારો આ વચનો પર કેટલો ભરોસો મૂકે છે તે જોવાનું રહેશે. ઉમેદવારોના ભાવિનો ફેંસલો આગામી ૨૬મી એપ્રિલના રોજ મતદારો ઈવીએમ (EVM) મશીનમાં કેદ કરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW