મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયત માટે જાહેર થયેલી સામાન્ય ચૂંટણી માટે ગત 6 એપ્રિલથી 11 એપ્રિલ સુધીમાં 98 બેઠક માટે 415 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા જોકે બાદમાં ચકાસણી પ્રકિયા થતા ડમી ઉમેદવારો અને ભૂલ ભરેલ ફોર્મ રદ થા હતા જયારે બુધવારે ફોર્મ પરત ખેચવાનો અંતિમ દિવસ હતો અંતિમ દિવસે રીતસર અલગ અલગ તાલુકા પંચાયતમાં ફોર્મ પરત ખેંચવા ઉમેદવારો એક પછી એક આવી પહોચ્યા હતા મોરબી જીલ્લાની 5 તાલુકા પંચાયતમાં 19 ફોર્મ પરત ખેચવામાં આવતા હવે આગામી 26 એપ્રિલના રોજ 287 ઉમેદવારો વિવિધ તાલુકા પંચાયતની ચૂંટણી માટે જંગમાં ઉતરશે
મોરબી જીલ્લાની માળિયા મિયાણા તાલુકા પંચાયતની જુના ઘાટીલા બેઠક પર 4 અપક્ષ ઉમેદવારો એ તેમજ બગસરા બેઠક પરથી એક ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યું હતું.મોરબી તાલુકા પંચાયતની આ ઉપરાંત જાંબુડિયા ઓબીસી સીટના એક કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા આ બેઠક પર માત્ર ભાજપના એક જ ઉમેદવાર રહેતા મતદાન વિના વિજેતા બન્યા હતા જોકે હજુ તેની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. જુના નાગડાવાસ બેઠક પર અને પંચાસર બેઠક પરથી 1-1 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા
આ જ પ્રકારે ટંકારા તાલુકા પંચાયતમાં બંગાવડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચેતનાબેન કટારિયા એ ફોર્મ પરત ખેંચતા હવે ત્યાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર થશે બીજી તરફ કોંગ્રેસ માટે રાહતના સમાચાર નાના ખીજડીયા તાલુકા પંચાયત બેઠક પરથી મળ્યા હતા. ધ્રુવ નગરના રાજવી ધર્મરાજસિંહ બાલકૃષ્ણ જાડેજાએ અપક્ષ ઉમેદવારી તરીકે ભરેલું ફોર્મ પરત ખેંચ્યું હતું અને કોંગ્રેસમાં જોડાયા હતા. રોહીશાળા બેઠક પરથી પણ બે ફોર્મ પરત ખેચાયા હતા જયારે સરાયા બેઠક ના પણ એક ઉમેદવારે તેનું ફોર્મ પરત ખેચ્યું હતું. વાંકાનેર તાલુકા પંચાયતની અરણી ટીંબા, ગારીયા,હસનપર અને ખખાણા બેઠકના એક -એક ઉમેદવારો ફોર્મ પરત ખેચતા હવે વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠક માટે 76 ઉમેદવારો મેદાનમાં રહેશે અને આગામી 26 એપ્રિલના રોજ મતદારો તેમના ભાવીનો ફેસલો કરશે
હળવદ તાલુકા પંચાયતની એક પણ બેઠકમાંથી ફોર્મ પરત ખેચવામાં આવ્યા ન હતા હળવદ તાલુકા પંચાયતની તમામ 20 બેઠકમાં 61 ઉમેદવારો સીધા મેદાને જંગમાં ઉતરશે

