મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહેન્દ્રનગર પ્રભુકૃપા ટાઉનશિપમાં રહેતા સંદીપભાઈ રમેશભાઈ પારેજીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી કૈલાસ દોલારામ ગામેતી (રહે. રાજસ્થાન) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, મોરબીના ઉંચી માંડલ ગામ નજીક આવેલી બાપા સિતારામ હોટલ પાસે આરોપીએ ગાયનું પૂંછડું પકડી તેને પીડા પહોંચે તે રીતે ખેંચી હતી. ત્યારબાદ ગાયને નજીકના ઊંચા ઓટલા પાસે લઈ જઈ જાહેરમાં તેની સાથે અશ્લીલ હરકત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઘટનાને લઈને ફરિયાદીના જણાવ્યા આધારે પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

