HomeGujaratમોરબીના સીમાવર્તી ગામોમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિત્તે ભવ્ય નિઃશુલ્ક મેડિકલ કેમ્પ...

મોરબીના સીમાવર્તી ગામોમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિત્તે ભવ્ય નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો, 300થી વધુ ગ્રામજનોએ લીધો લાભ

મોરબી જિલ્લાના સીમાવર્તી વિસ્તારના ગામો-સોલંકીનગર, ફડસર, ઉટબેટ, સામપર અને બેલા (આમરણ)માં તા. 14 એપ્રિલ 2026ના રોજ ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત એક નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ સીમા જાગરણ મંચ-મોરબી, ડો. હેડગેવાર સ્મારક સમિતિ અને આર્યતેજ હોમીયોપેથીક મેડિકલ કોલેજ, મોરબીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કાર્યક્રમમાં આશરે 300થી વધુ ગ્રામજનોએ મેડિકલ તપાસ અને સારવારનો લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવામાં સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંતના સહસંયોજક હિરેનભાઈ વિડજા, મોરબી જિલ્લા અધ્યક્ષ વિનોદભાઈ સનારીયા, મોરબી જિલ્લા સંયોજક રાજેશભાઈ એરણીયા તથા જિલ્લાના ટીમ સભ્યો મનીષભાઈ પટેલ, બીપીનભાઈ અઘારા, રાજભાઈ અમૃતીયા અને દિનેશભાઈ બારૈયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 0આર્યતેજ હોમીયોપેથીક મેડિકલ કોલેજના ડોક્ટર્સ, સ્ટાફ તથા સંબંધિત તમામ ગામોના સરપંચઓ, યુવાનો અને ગ્રામજનોએ પણ આ કેમ્પને સફળ બનાવવા માટે પૂર્ણ પ્રતિબદ્ધતા સાથે ખૂબ જ મહેનત કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW