Wednesday, December 11, 2024
HomeSportsInd vs Pak: ભારતની જીત માટે શરૂ થયા હવન-પુજન,દુબઈમાં ફેન્સનો જમાવડો

Ind vs Pak: ભારતની જીત માટે શરૂ થયા હવન-પુજન,દુબઈમાં ફેન્સનો જમાવડો

Advertisement

ભારત અને પાકિસ્તાનના મેચ પહેલા માત્ર ક્રિકેટ મેચ જ નહીં પરંતુ કરોડો દિલોની આશા સાથે બંધાયેલી હોય છે. આ મેચમાં રોમાંચ ચરમ ઉપર હોય છે. ભારત-પાક મેચને લઈને હંમેશાથી હાઈવોલ્ટેજ બનાવે છે બંને દેશોના ફેન. આ કડીમાં આ મેચ માટે દુબઈમાં તમામ સુપરફેનનો જમાવાડો લાગી ચુક્યો છે. સચીન ટેંડુલકરના ફેન સુધીર ગૌતમ અને પાકિસ્તાન અને એમએસ ધોનીના ફેન કહેનારા મોહમ્મદ બશીર દુબઈ પહોંચી ચુક્યાં છે. સાથે જ દુનિયાની નજરો આ મેચ ઉપર ચોંટી છે. ભારતમાં ટીમ ઈન્ડિયાની જીત માટે હવન પુજનનો પણ પ્રારંભ થઈ ચુક્યો છે.

પાકિસ્તાનના સુપરફેન મોહમ્મદ બશીરે જણાવ્યું કે, મને ખુશી છે કે ભારત-પાક મેચ આજે થવા જઈ રહ્યો છે. દિલથી હું ઈચ્છું છુ કે, પાકિસ્તાન જીતે પરંતુ મારા પસંદગીના ખેલાડી એમએસ ધોની છે. મને આશા છે કે, આ વખતે પાકિસ્તાન જીતે કારણ કે પાકિસ્તાની પ્રસંશકો પણ જશ્ન મનાવી શકે.

તો દુબઈ પહોંચેલા સુધીર ગોતમે કહ્યું છે કે, આ એક હાઈવોલ્ટેજ મેચ છે. રેકોર્ડના હિસાબમાં આપણે પાકિસ્તાન સામે ક્યારેય હાર્યા નથી. અમે આશા રાખીએ છીએ કે, 2007ની જીત ઈન્ડિયા રીપીટ કરશે. હું અહીંયા પુરા હર્ષોલ્લાસ સાથે ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે આવ્યો છું.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,094FollowersFollow
2,480SubscribersSubscribe

TRENDING NOW