HomeGujaratવ્યાજખોરોના ત્રાસથી મોરબીના યુવકનો આત્મહત્યાનો પ્રયાસ; 60% વ્યાજ વસૂલતા શખ્સ સામે ફરિયાદ

વ્યાજખોરોના ત્રાસથી મોરબીના યુવકનો આત્મહત્યાનો પ્રયાસ; 60% વ્યાજ વસૂલતા શખ્સ સામે ફરિયાદ

મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલા આશાપુરા ટાવર પાછળ વિશ્વાસ પેલેસમાં રહેતા પ્રકાશભાઈ પ્રવિણભાઈ ભોરણીયાએ આરોપી સાજીદભાઈ જાનમામદભાઈ કાજેડીયા વિરુદ્ધ મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મુજબ, આરોપીએ પ્રકાશભાઈને રૂપિયા 9 લાખ ઊંચા વ્યાજે (માસિક 60% દરે) આપ્યા હતા. ફરિયાદીએ અત્યાર સુધીમાં રૂપિયા 7,02,000 જેટલું વ્યાજ ચુકવી દીધું હોવા છતાં આરોપી દ્વારા મૂળ રકમ રૂપિયા 9 લાખ ભરવા માટે સતત દબાણ અને ધમકીઓ આપવામાં આવી રહી હતી. આથી ભયભીત બનેલા ફરિયાદીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ઝેર પી લીધું હતું, જેને પગલે તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાને આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW