મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને તે બળદેવ ઉર્ફે સુરેશ શેખવા લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી હતી અને તેનું અપહરણ કર લઈ ગયો હતો અને બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ બનાવમાં સગીરાના પરિજનની ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી અને તેની ધરપકડ કરી હતી.આ ફરિયાદ આધારે પોલીસે તપાસ પૂર્ણ કરી હતી.બાદ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો દરમિયાન સરકારી વકીલ એન ડી કારિયા દ્વારા કેસ ને લગતા 15 સાક્ષીઓ તપાસ અધિકારી અને અલગ અલગ સહિતના ના નિવેદન ઉપરાંત 28 દસ્તાવેજી પુરાવા પણ તપાસવામાં આવ્યા હતા.બન્ને પક્ષની દલીલ આઘારે અધિક જજ પોક્સોએ આરોપીને અલગ અલગ કલમ હેઠળ કુલ 20 વર્ષની કેદ ફટકારી છે આ ઉપરાંત 21,500 નો દંડ ફટકારવામાં આવ્યો છે
આ ઉપરાંત કોર્ટે ભોગ બનનારને રૂ 4 લાખનું વળતર ચૂકવવા પણ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને હુકમ કર્યો છે. આ ઉપરાંત જો આરોપી દંડની રકમ ભરે તો તે રકમ પણ ભોગ બનનારને ચૂકવવા જણાવ્યું છે

