મોરબી સીટી એ-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન શકત શનાળા ગામ વિસ્તારમાં પહોંચી હતી. તે સમયે સરકારી શાળાની સામે આવેલા લીમડાના વૃક્ષ નીચે જાહેરમાં જુગાર રમાતો હોવાનું ધ્યાનમાં આવતા પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન એક મહિલા સહિત કુલ છ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં નરશીભાઈ ભીખાભાઈ આંબલીયા, સંજયભાઈ નરશીભાઈ આંબલીયા, હિરેનભાઈ કાંતિભાઈ સોલંકી, મુકેશભાઈ અશોકભાઈ ઓગાણીયા, વિશાલભાઈ ભુપતભાઈ ઓગાણીયા અને રાધાબેન રાજેશભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ શકત શનાળા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે સ્થળ પરથી રૂ. 51,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

