HomeGujaratહળવદમાં દારૂના ગેરકાયદે વેચાણમાં સંડોવાયેલા શખ્સને પાસા તળે જેલ હવાલે કરાયો

હળવદમાં દારૂના ગેરકાયદે વેચાણમાં સંડોવાયેલા શખ્સને પાસા તળે જેલ હવાલે કરાયો

હળવદ પોલીસ મથક વિસ્તારમાં ઇંગ્લિશ દારૂના ગેરકાયદેસર વેચાણમાં સંડોવાયેલા આમિન અનવરભાઈ કાજેડીયા (રહે. રાજલનગર, ચરાડવા, તા. હળવદ, જી. મોરબી) સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા તૈયાર કરાયેલી પાસાની દરખાસ્તના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી તરફથી પ્રોહિબિશન ગુનામાં સંકળાયેલા આરોપી સામે પાસા વોરંટ જારી કરવામાં આવ્યું હતું.

આદેશ મુજબ આરોપીની તાત્કાલિક અટકાયત કરવા હળવદ પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો રચી કાર્યવાહી કરવામાં આવી. અંતે આરોપીને પકડી પાસા અધિનિયમ હેઠળ ડિટેઇન કરીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW