T20 વિશ્વકપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે યોજાનારી મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એક પત્રકાર પરિષદ યોજી મોટી સ્પષ્ટતા કરી છે. વિરાટ કહોલીએ શનિવારે કહ્યું હતું કે, સંપૂર્ણ અમારૂ ફોકસ મેચ પર છે. અમે અમારૂ બેસ્ટ આપીશું. તા.24 ઑક્ટોબરના રોજ સાંજે 7.30 વાગ્યે ભારત-પાકિસ્તાન વચ્ચે T20 મેચ રમાશે. આ સાથે ભારતીય ક્રિકેટ ટીમ ટુર્નામેન્ટની પહેલી મેચ રમશે. ભારતીય ક્રિકેટ ટીમની પ્લેઈંગ ઈલેવનને લઈને વિરાટ કોહલીએ કહ્યું કે, અમે અમારી પ્લેઈંગ ઈલેવન મેચ દરમિયાન જ જાહેર કરીશું.
હાર્દિક પંડ્યાની બોલિંગને લઈને કેપ્ટને કહ્યું હતું કે, એની અમને ચિંતા નથી. એક ફિનિશર તરીકે તે શ્રેષ્ઠ પર્ફોમ કરી શકે છે. જો કોઈ ઓવર્સની જરૂર એવામાં પડશે તો એ માટે અમારા પાસે એક ચોક્કસ પ્લાન છે. અમે અત્યારે એ વિશે વધારે પડતો વિચાર કરતા નથી. હાર્દિક પંડ્યા સંપૂર્ણ રીતે ફીટ છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો છે. ઈજાગ્રસ્ત થયા બાદ કમબેક કર્યું હતું. IPLમાં તે કોઈ રીતે બોલિંગ કરી શક્યો ન હતો. તેથી ચિંતાનો વિષય ટીમ ઈન્ડિયા માટે રહ્યો હતો કે, શું હાર્દિક પંડ્યાને પ્લેઈંગ ઈલેવનમાં રહેશે કે નહીં? હાર્દિક પંડ્યા બોલિંગ ન કરી શકવાના કારણે શાર્દુલ ઠાકુરને ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં એન્ટ્રી મળી હતી. બોલિંગ અમારી શાનદાર છે. અમે ઘણા પોઝિટિવ બોલિંગ લાઈનને લઈને છીએ. ભારતીય ટીમે બોલિંગ લાઈનમાં છેલ્લા ઘણા વર્ષોમાં બેસ્ટ પર્ફોમ કર્યું છે. અમે કેટલાક મેચમાં આ જ કારણે શાનદાન જીત મેળવી ચૂક્યા છીએ. મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. કોઈ રેકોર્ડની અમે ક્યારેક વાત કરતા નથી. પહેલા શું થયું એના પર કોઈ ફોક્સ નથી. જે દિવસે મેચ છે એ દિવસે તમે કેવું રમો છો એના પર બધુ નિર્ભર હોય છે.
A bit of shooting fun with the boys to make your day brighter 😍
— BCCI (@BCCI) October 22, 2021
Team India in the #BillionCheersJersey is a vibe! #ShowYourGame @mpl_sport pic.twitter.com/8MnycPSKer
પાકિસ્તાનની ટીમ પણ ખૂબ જ મજબુત છે એની સામે તમારે બેસ્ટ આપવાનું છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ પાસે ઘણા એવા ખેલાડી છે જે ગેમનું આખું પાસુ પલટી શકે છે. અમારે અમારા પ્લાન પર ફોક્સ કરવાનું છે. ટુર્નામેન્ટ વિશ્વકપની હોય ત્યારે તમને જુદા જુદા દેશની ટીમ સામે ક્રિકેટ રમવાનો ચાન્સ મળે છે. જેની સાથે અગાઉ કદી રમવા ન મળ્યું હોય. બાયો બબલ્સને લઈને ખેલાડીઓ સાથે વાતચીત કરવી જરૂરી છે.
ભારતીય ક્રિકેટ ટીમ T20 વિશ્વકપ માટે
વિરાટ કોહલી (કેપ્ટન)
રોહિત શર્મા (વા. કેપ્ટન)
કે.એલ. રાહુલ,
સૂર્યકુમાર યાદવ,
રીષભ પંત,
ઈશાન કિશન,
હાર્દિક પંડ્યા,
રવીન્દ્ર જાડેજા,
રાહુલ ચાહર,
રવિચંદ્ર અશ્વિન,
શાર્દુલ ઠાકુર,
વરૂણ ચક્રવર્તી,
જસપ્રીત બુમરાહ,
ભૂવનેશ્વર કુમાર,
મોહમ્મદ શમી