HomeGujaratમોરબીમાં IPL મેચ પર સટ્ટો રમતા 4 શખ્સો ઝડપાયા, રૂ. 3.07 લાખનો...

મોરબીમાં IPL મેચ પર સટ્ટો રમતા 4 શખ્સો ઝડપાયા, રૂ. 3.07 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે શનાળા રોડ પર આવેલા લેન્ડમાર્ક આર્કેડ શોપિંગ સેન્ટરના બીજા માળે આવેલી “શ્રીકૃષ્ણ એન્ટરપ્રાઇઝ” નામની ઓફિસ પર દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમી મુજબ અહીં હાર્દિક રંગપરીયા બહારથી લોકોને બોલાવી IPL-20 ક્રિકેટ મેચ પર સટ્ટો ચલાવતો હતો.

પોલીસે સ્થળ પર દરોડો પાડતાં ચાર વ્યક્તિઓને જુગાર રમતા ઝડપી પાડ્યા. જેમાં હાર્દિકભાઈ પ્રવીણભાઈ રંગપરીયા (રવાપર બોની પાર્ક, ઓમ એપાર્ટમેન્ટ, બ્લોક નં. 502, મોરબી), હાર્દિકભાઈ બાબુભાઈ રૂપાલા (નાની વાવડી, ઓમ પાર્ક, મોરબી), ભાવિકભાઈ ગણેશભાઈ ગોધવિયા (ઉમિયા સર્કલ નજીક, તપોવન રેસીડેન્સી, બ્લોક નં. 303, મોરબી) અને વિશાલ દેવદાનભાઈ ડાંગર (રવાપર, મોરબી)નો સમાવેશ થાય છે.

પોલીસે તેમના પાસેથી રૂપિયા 7,500 રોકડ તેમજ કુલ રૂપિયા 3 લાખની કિંમતના 5 મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 3,07,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછ દરમિયાન ઉત્તમભાઈ રમેશભાઈ કાવર નામના અન્ય એક વ્યક્તિનો પણ સમાવેશ થતો હોવાનું સામે આવ્યું હતું. આ રીતે કુલ પાંચ વ્યક્તિઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW