મોરબી જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા ગત 11 એપ્રિલના રોજ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં 206 ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા તો જિલ્લા પંચાયતની 13 બેઠક માટે 117 ઉમેદવાર 3 નગરપાલિકા માટે 203 ઉમેદવાર તેમજ તાલુકા પંચાયતમાં 415 ફોર્મ ભરવામાં આવ્યા હતા ગત તા 13 ના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી જેમાં ડમી ઉમેદવારો તેમજ ભૂલ ભરાયેલ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા
આજે ફોર્મ ચકાસણી માટે ફોર્મ પરત ખેચવાનો અંતિમ દિવસ હોય અંતિમ દિવસના બપોર 12 વાગ્યા સુધીમાં મોરબી મહાનગર પાલિકા વોર્ડ ૧૩ માં એક ફોર્મ પરત ખેંચાયું હતું.વોર્ડ ૧૩ માં અપક્ષ ઉમેદવાર દીપેશ સોનગ્રા દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું હતું આ ઉપરાંત મોરબી તાલુકા પંચાયતની પંચાસર બેઠક પર આપના ઉમેદવાર વસંત ટુંડિયા દ્વારા પણ ફોર્મ પરત ખેચવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા પંચાયતના ખાનપર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર દેવરાજભાઈ સામતભાઈ રગિયા એ અપક્ષ ઉમેદવારી પરત ખેચ્યું હતું

