દિવાળી પર્વ પૂર્ણ થતાની સાથે મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગવાના શરુ થઇ ગયા છે મોરબી જિલ્લાની 283 ગ્રામ પંચાયતમાં સરપંચ અને સદસ્યોની ચૂંટણી યોજાવવાની છે. જેને લઇ સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા તૈયારી તેજ કરી દેવામાં આવી છે મોરબી જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી સ્વપ્નિલ ખરે એ અલગ અલગ તાલુકાની ગ્રામ પંચાયતમાં સામાન્ય, મહિલા અનામત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતી તેમજ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના સરપંચ અંગેના રોટેશન માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.


જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી સ્વપ્નિલ ખરેએ પ્રસિદ્ધ કરેલ જાહેરનામાં મુજબ મોરબી જિલ્લાની 24 બેઠક અનુસુચિત જાતિના સમુદાય માંથી આવતા ઉમેદવાર માટે ફાળવવામાં આવી છે તાલુકા મુજબ જોઈએ મોરબી તાલુકાની 9 ગ્રામ પંચાયત અનુ સૂચિત જાતિ ના ઉમેદવાર હશે જે પૈકી 4 અનુસુચિત જાતિની મહિલા માટે રીઝર્વ રાખવામાં આવી છે જયારે વાંકાનેર તાલુકા ની 4 બેઠક માંથી 2 મહિલા માટે, હળવદ તાલુકાની 5માંથી 2 બેઠક મહિલા ,ટંકારા તાલુકાની 4 માંથી 2 બેઠક મહિલા માટે જયારે માળિયા તાલુકાની 2 બેઠક માંથી 1 મહિલા ઉમેદવારને ફાળવી છે
સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના સમુદાય માટેની વાત કરીએ તો મોરબી જિલ્લાની 94 બેઠક ફાળવાઈ છે જેમાં 48 સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની મહિલા ઉમેદવાર માટે રીઝર્વ રહેશે. તાલુકા મુજબ જોઈએ તો મોરબી તાલુકાની 26 બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે જેમાંથી 13 બેઠક મહિલાને ફાળવી છે ટંકારા તાલુકાના 12 ગામ જેમાંથી 6 મહિલા, વાંકાનેર તાલુકાની 25 બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગને ફાળવી છે જેમાંથી 13 મહિલા સરપંચ રહેશે આ ઉપરાંત હળવદની 19 બેઠક માંથી 10 મહિલા જયારે માળિયાની 12 ગામની સરપંચ પદની બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ ને ફાળે ગઈ છે જેમાંથી 6 બેઠક મહિલાને ફાળે ગઈ છે,
મોરબી જિલ્લાના તમામ 5 તાલુકાના ગામોમાં એક એક બેઠક અનુસૂચિત આદિજાતિના સરપંચ માટે બેઠક અનામત રાખવામાં આવી છે.


