મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે નવ નિયુક્ત પ્રમુખ ગીતાબેન દુબરીયાના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભા બોલવવામાં આવી હતી જોકે આ સભા શરુ થયાના ગણતરીની મીનીટમાં ભાજપના ચૂંટાયેલ સદસ્યો દ્વારા અનીવાર્ય સંજોગો નું બહાનું આપી સભા મુલતવી રાખવા માંગ કરી હતી અને સદસ્યોએ તેને મતદાન કરાવી સભા મુલવતી રખાવી હતી.
જોકે સભા મુલતવી રાખવા પાછળ કારણ ક્યાંક ને ક્યાંક કમિટી રચનામાં સભ્યોની નારાજગી જવાબદાર હોય તેવી આશંકા સેવાઈ રહી છે કારોબારી સમિતિના ચેરમેન મનીષ કાંજીયા દ્વારા સદસ્યોમાં નારાજગી કે રાજકીય વિવાદ જવાબદાર ન હોવાનો બચાવ કરવામાં આવ્યો હતો. હવે આગામી તા.29ના રોજ ફરી સામાન્ય સભા બોલાવવામાં આવશે અને ત્યારે કમિટીની રચનાની પ્રકિયા આગળ વધશે

