HomeGujaratહળવદ: ભવાનીનગર ઢોરો વિસ્તારમાં મહિલા પર હુમલો, ગાળો બોલવાની ના પાડતા ત્રણ...

હળવદ: ભવાનીનગર ઢોરો વિસ્તારમાં મહિલા પર હુમલો, ગાળો બોલવાની ના પાડતા ત્રણ શખ્સોએ કરી મારામારી

હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતી ભારતીબેન ભરતભાઈ ખાવડિયાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, આરોપી તેજલબેન મહેશભાઈ જાંબુકિયા, મહેશભાઈ થોભણભાઈ અને મેરાભાઈ દલવાડી (તમામ હળવદના રહેવાસી) ફરીયાદીના ઘર નજીક આવી તેમના સાથીદાર અંગે પૂછપરછ કરવા લાગ્યા હતા. આ દરમિયાન તેજલબેન અને મહેશભાઈએ ભારતીબેન સાથે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જ્યારે ભારતીબેને ગાળો ન બોલવા જણાવતાં બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની સાથે મારામારી કરી હતી.

વધુમાં, ફરિયાદમાં જણાવાયું છે કે, મેરાભાઈ દલવાડી જાહેરમાં હાથમાં છરી લઈને ફરતા હતા, જે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ ગણાય છે. સમગ્ર ઘટનાને પગલે ભારતીબેને પોલીસમાં ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,410SubscribersSubscribe

TRENDING NOW