HomeGujaratમોરબીમાં ધોરણ 10-12ના તેજસ્વી છાત્રોને વિદ્યા રત્ન એવોર્ડ સન્માનિત કર્યા

મોરબીમાં ધોરણ 10-12ના તેજસ્વી છાત્રોને વિદ્યા રત્ન એવોર્ડ સન્માનિત કર્યા

મોરબીમાં જવાહર સોસાયટી યુવા સંગઠન દ્વારા મોરબીના તથાગત બુદ્ધ કોમ્યુનિટી હોલ ખાતે એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ””વિદ્યા રત્ન એવોર્ડ 2026 ”” અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવાની સાથે-સાથે વોર્ડ નંબર 05 ના નવા ચૂંટાયેલા કોર્પોરેટરોનો સન્માન સમારોહ પણ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા કુલ 44 વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને ””માતા રમાબાઈની જીવનગાથા”” પુસ્તક ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન અતુલભાઈ છાસિયા અને ડો. દેવેન રબારીએ વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત વાલીઓને કારકિર્દી અને શિક્ષણ ઉપયોગી ખૂબ જ મહત્વનું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બીજી તરફ, વોર્ડ નંબર 5 ના ચૂંટાયેલા કોર્પોરેટરોએ સ્ટેજ પરથી જનતાને ખાતરી આપી હતી કે આ વિસ્તારના રોડ, રસ્તા, પાણી જેવી તમામ પ્રાથમિક જરૂરિયાતોના કામો ખૂબ જ ઝડપથી અને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં નોટરી ગોરધનભાઈ મુછડીયા મોરબી માળિયા ટંકારા વણકર સમાજ સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ રામજીભાઈ ધાવડા, દાનાભાઈ ચૌહાણ, દિનેશભાઈ પરમાર, મંજુલાબેન ચૌહાણ, માનુબેન શિયાર, મેઘરાજસિંહ ઝાલા અને ભગીરથભાઈ બરાસરા ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW