HomeGujaratમોરબીના લાતિ પ્લોટમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 18 બોટલો સાથે એકની ધરપકડ

મોરબીના લાતિ પ્લોટમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 18 બોટલો સાથે એકની ધરપકડ

મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન શહેરના લાતી પ્લોટના ખૂણે તપાસમાં હતી. તે દરમિયાન તોફીકભાઈ ઉર્ફે ડોડવો દાઉદભાઈ ચાનિયા (ઉંમર 36 વર્ષ) પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણના હેતુથી રાખી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીના કબજામાંથી વિદેશી દારૂની ચપલાની 18 નંગ બોટલ, જેની કિંમત રૂ. 1800નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આ દારૂના જથ્થા મામલે અન્ય એક શખ્સ ઈકબાલ જુસબભાઈ કટીયા (રહે. મચ્છીપીઠ, મોરબી)નું નામ બહાર આવ્યું હતું.

આ મામલે પોલીસે બંને ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW