HomeGujaratવાંકાનેરમાં 7 વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યની ઘટનામાં ઝડપાયેલ ...

વાંકાનેરમાં 7 વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યની ઘટનામાં ઝડપાયેલ શખ્સ દોષિત જાહેર,20 વર્ષની કેદ

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 7 વર્ષીય સગીર બાળકીનું શેરસિંગ ભોપાસિંગ સીસોદિયા નામના એક શખ્સે ફોસલાવી બદકામ કરવા ઈરાદે અપહરણ કર્યું હતું અને અવાવરૂ જગ્યાએ લઇ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યું હતું.જે અંગેની જાણ બાળકીએ પરિવારને જણાવતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. જે અંગેની નોધાયેલ ફરિયાદ આધારે પોલીસે આધારે આરોપીઓની ધરપકડ કરી હતી અને જે હવાલે કર્યો હતો આ કેસમાં પોલીસે તપાસ પૂર્ણ કરી આરોપી વિરુદ્દ્ધ ચાર્જસીટ ફાઈલ કરતા કેસ  સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં તબદીલ થતા કેસ અધિક પોક્સો કોર્ટના જજ તેમજ  સેકન્ડ અધિક સેસન્સ જજ કે .આર.પંડ્યા દ્વારા ચલાવવામાં આવ્યો હતો જેમાં સરકારી વકીલ નીરજ ડી કારિયા દ્વારા ફરીયાદી તરફથી પોતાની દલીલ કરી હતી તેમજ કેસના સબંધિત પુરાવા પોલીસ દ્વારા રજુ કરેલા સાક્ષીઓની તપાસ કરી હતી કેસમાં રજુ કરવામાં આવેલ 14 મૌખિક પુરાવા તેમજ 30 લેખિત પુરાવા આધારે  પોક્સો કોર્ટના જજ  કે .આર.પંડ્યાએ આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને અલગ અલગ કલમ હેઠળ 20 વર્ષની કેદ તેમજ 16 હજારનો દંડ ફટકાર્યો હતો. જજ કે .આર.પંડ્યા દ્વારા પીડિતાને વળતર યોજના 2019 મુજબ રૂ 4 લાખનું વળતર ચુકવવા પણ આદેશ કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW