HomeGujaratમોરબીના જેતપરમાં અજાણ્યા શખ્સોએ ટ્રાન્સપોર્ટ ધંધાર્થીનું હિટાંચી સળગાવી નાખ્યું

મોરબીના જેતપરમાં અજાણ્યા શખ્સોએ ટ્રાન્સપોર્ટ ધંધાર્થીનું હિટાંચી સળગાવી નાખ્યું

મોરબી ના અવની ચોકડી વિસ્તારમાં રહેતા મૂળ ઘૂટું ગામના વતની મહેશ દામજીભાઈ પરેચાએ જેતપર ગામમાં ખેતીના કોઈ કામ અર્થે તેમનું હિટાચી મશીન ડ્રાઈવર સાથે મોકલ્યું હતું રાત્રીના સમયે આ મશીન  જેતપર ગામની દેવળિયા તરફ જવાના રસ્તે લાખાપીર જવાના રસ્તે રાખ્યું હતું ગત તા 16ના રાત્રીના સમયે કેટલાક અજાણ્યા શખ્સ બોલેરો સાથે આવી પહોચ્યા હતા જ્યાં એક હિટાચી મશીન પાર્ક કરી તેનો ચાલક સુતો હતો ત્યારે બોલરોમાં આવેલ શખ્સોએ ધોકા અને પાઈપ મારી નુકશાન કરી તેના ચાલકને ગાળો ભાંડી હતી આટલું ઓછું હોય તેમ આ શખ્સોએ હિટાચી મશીન પણ પેટ્રોલ છાંટી સળગાવી નાખ્યું હતું આ અંગેની જાણ હિટાચી મશીનના માલિક મહેશભાઈ દામજીભાઈ પરેચાને થતા તેઓ સ્થળ પર પહોચી તપાસ કરતા ચાલકે સમગ્ર ઘટના ની જાણ કરતા અંતે મહેશભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા 5 શખ્સ સામે ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ આધારે પોલીસે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

મોરબી તાલુકાના જેતપર ગામમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોનો વીજ પોલ ને લઇ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે અને ખાનગી વીજપોલ નાખતી કંપનીના પણ જેસીબી હિટાચી જેવા મશીન પડ્યા રહે છે ત્યારે એવી પણ આશંકા સેવાઈ રહી છે કે વીજ કંપની સામે રોષ ઠાલવવા કોઈ વ્યક્તિ દ્વારા મશીન સળગાવવા જતા બીજા નિર્દોષ ધંધાર્થીનું રૂ 18 લાખ જેટલી કિમતનું મશીન આગ હવાલે કરાયું હોય જોકે આ ઘટના અંગે હજુ સ્પષ્ટતા થઇ નથી પરંતુ હાલ અંગે પોલીસે પણ તપાસ શરુ કરી છે અને તપાસ બાદ સંપૂર્ણ માહિતી સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW