HomeGujaratમોરબીમાં એક પ્રકારની પેટર્નથી દુષ્કર્મની ઘટના પતિના ગળે છરી રાખી પત્નીની આબરૂ...

મોરબીમાં એક પ્રકારની પેટર્નથી દુષ્કર્મની ઘટના પતિના ગળે છરી રાખી પત્નીની આબરૂ લુંટી 5 સામે ફરિયાદ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં રહીને મજૂરી કરતા ગરીબ અને અસહાય શ્રમિક પરિવારોની મહિલાઓની સુરક્ષા ભગવાન ભરોસે હોય તેવી ભયાવહ સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ચાર દિવસમાં એક જ મોડસ ઓપરેન્ડીથી  દુષ્કર્મની બે-બે ઘટનાઓ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તંત્ર દ્વારા કરવામાં આવતા મહિલા સુરક્ષાના દાવાઓ વચ્ચે વાડી વિસ્તારમાં રાત્રે ત્રાટકતી હથિયારધારી ટોળકીઓએ પોલીસના પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

ગ્રામ્ય વિસ્તારની એક વાડીમાં રાત્રિના સમયે ખેત મજૂર પરિવાર પોતાની ઓરડીમાં સૂતો હતો, ત્યારે મધ્યરાત્રિએ અંદાજે પાંચ જેટલા અજાણ્યા શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતા. લૂંટ અને હેવાનિયતના ઈરાદે આવેલા આ શખ્સોએ ખેત મજૂરના ગળે છરી જેવું તીક્ષ્ણ હથિયાર અડાડી દીધું હતું. બે શખ્સો તેને ધમકાવીને ઓરડીથી દૂર ખેંચી ગયા હતા. ત્યારબાદ બાકીના ત્રણ નરાધમોએ ઓરડીમાં એકલી પડેલી શ્રમિક મહિલા પર એક પછી એક દુષ્કર્મ આચરીને હેવાનિયતની તમામ હદો પાર કરી નાખી હતી. આ ઘટનાને અંજામ આપી ટોળકી અંધારામાં ફરાર થઈ ગઈ હતી.
બે દિવસ પહેલાં નોંધાયેલી ફરિયાદ મુજબ, એક અન્ય ખેત મજૂર પરિવાર રાત્રે સૂતો હતો ત્યારે પણ પાંચ અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા. તેઓ શ્રમિક પુરુષને બળજબરીપૂર્વક દૂર લઈ ગયા હતા અને અન્ય શખ્સોએ મહિલાના માત્ર બે વર્ષના માસૂમ પુત્રની નજર સામે જ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. સીઝન દરમિયાન અડધી રાત્રે સીમ અને વાડી વિસ્તારોમાં ચોરી કે લૂંટના ઈરાદે નીકળતી અસામાજિક તત્વોની ટોળકીઓએ હવે શ્રમિક મહિલાઓની આબરૂ પર હાથ નાખવાનું શરૂ કરી દીધું હોય તેમ જણાઈ રહ્યું છે. એક જ સપ્તાહમાં બનેલી આ બંને ઘટનાઓની પેટર્ન (મોડસ ઓપરેન્ડી) સમાન હોવાથી કોઈ સંગઠિત ગેંગ આની પાછળ સક્રિય હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW